🏅 પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ 🏅
🎯 ધોરણ-8 (સત્ર-2)
🎯 વિષય- ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ
🎯 પ્રકરણ નં. 11 થી 22
પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ ધોરણ-૮ ( સત્ર-૨ ) ( ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ ) | Textbook based quiz Std-8 (Session-2) (Gujarati Literature and Grammar)
✍🏻 'વળાવી બા આવી' સૉનેટના રચાયિતા કોણ છે ?
💠 નટવરલાલ કુબેરદાસ પંડ્યા
✍🏻 નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું જન્મસ્થળ જણાવો.
💠 સાવલી
✍🏻 'પ્રસૂન','આદ્રા','નેપથ્યે','તૃણનો ગૃહ','સ્પંદ અને છંદ' વગેરે કાવ્યસંગ્રહો કોના છે ?
💠 નટવરલાલ કુબેરદાસ પંડ્યા
✍🏻' ભાર્યા ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
💠 પત્ની
✍🏻 'નવાવર્ષના સંકલ્પો' નામના હાષ્યનિબંધના લેખક કોણ છે ?
💠 બકુલ પદ્મણિશંકર ત્રિપાઠી
💠 જન્મસ્થળ :- નડિયાદ
✍🏻 'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' નામના નિબંધસંગ્રહના લેખક કોણ છે ?
💠 બકુલ પદ્મણિશંકર ત્રિપાઠી
✍🏻 'માયા મૂકવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો.
💠 સ્નેહમમતા છોડવી
✍🏻 હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટનું જન્મસ્થળ જણાવો.
💠 મહેસાણા
✍🏻 'શરૂઆત કરીએ' ગઝલના રચાયિતા કોણ છે ?
💠 હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ
✍🏻 'મૌનની મહેફિલ' અને 'જીવવાનો રિયાઝ' નામના ગઝલસંગ્રહો કોના છે ?
💠 હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ
(હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટને વર્ષ 2009ના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ "મૌનની મહેફિલ" માટે ગુજરાતી સાહિત્ય પરિષદના 'દિલીપ મહેતા' પારિતોષિક મળેલ છે.)
✍🏻 'રળિયાત' શબ્દનો સમાનાર્થિ શબ્દ જણાવો.
💠 ખુશી,પ્રસન્ન
✍🏻 'માત કરવુ' રૂઢિપ્રયોગનો અર્થ આપો.
💠 હરાવવું
✍🏻 યશવંત સવાઈલાલ પંડ્યાનું જન્મસ્થળ જણાવો.
💠 ભાવનગર
✍🏻 'સાકરનો શોધનારો' નામનું એકાંકી નાટક કોનું છે ?
💠 યશવંત સવાઈલાલ પંડ્યા
✍🏻 'પડદા પાછળ' નામનું નાટક કોનું છે ?
💠 યશવંત સવાઈલાલ પંડ્યા
✍🏻 ગુજરાતી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ કોને કર્યો હતો ?
💠 બટુભાઈ ઉમરવાડિયાએ
✍🏻 'આંખ આડા કાન કરવા' રૂઢિપ્રયોગનો અર્થ આપો.
💠 ધ્યાન ન આપવું
✍🏻' દળદર ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
💠 દારિદ્ર,ગરીબી
✍🏻 'મોંમાં આંગળાં નાખીને બોલાવવું' રૂઢિપ્રયોગનો અર્થ આપો.
💠 પરાણે બોલાવવું
✍🏻' મન ભીંતોમાં ભમવું' રૂઢિપ્રયોગનો અર્થ આપો.
💠 મન કોઈ જગ્યાએ સ્થિર ન હોવું
✍🏻 'દળદર ફિટવું' રૂઢિપ્રયોગનો અર્થ આપો
💠 ગરીબાઈ દૂર કરવી
✍🏻 રાઘવજી દાનાભાઈ માધડે પોતાના ચરિત્રલેખ 'અખંડ ભારતના શિલ્પી'માં કોનું ચરિત્રવર્ણન કરેલ છે ?
💠 સરદાર વલ્લભભાઈ પટેલ
✍🏻 રાઘવજી દાનાભાઈ માધડનું જન્મસ્થળ જણાવો.
💠 દેવળિયા(અમરેલી)
✍🏻 'ઝાલર','અમરફળ','કૂખ','જળતીર્થ,'લોકવાણી','મારી શિક્ષણગાથા','અને'વર્ગ એજ સ્વર્ગ' વગેરે પુસ્તકો કોના છે ?
💠 રાઘવજી દાનાભાઈ માધડ
✍🏻 બગલમાં થતુ ગૂમડું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો
💠 કાખબલાઈ
✍🏻' સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!' ભક્તિકાવ્યના રચાયિતા કોમ છે ?
💠 પ્રેમાનંદ
✍🏻 'સેજ્યા' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
💠 પથારી,સેજ
✍🏻 મુખેથી વગાડવાનું વાજું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 ચંગ
✍🏻 બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું એક વાદ્ય - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો
💠 મૃદંગ
✍🏻 'અંબર' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
💠 વસ્ત્ર
✍🏻 'મરાલ' એટલે કયું પક્ષી ?
💠 હંસ
✍🏻 'સંસ્કારની શ્રીમંતાઈ' નામની કૃતિ કોની છે ?
💠 કુન્દનિકા કાપડિયા
✍🏻 કુન્દનિકા કાપડિયાનું જન્મસ્થળ જણાવો.
💠 લીંબડી
✍🏻 'પ્રેમના આંસુ','કાગળની હોડી' નામના વાર્તાસંગ્રહ અને 'સાત પગલાં આકાશમાં' નામની નવલકથા કોની છે ?
💠 કુન્દનિકા કાપડિયા
✍🏻 'સરવાણી' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
💠 ઝરણું
✍🏻 હોય તે વાત વધારીને રજૂ કરવી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 અતિશયોક્તિ
✍🏻 'પૂર્વી' અને 'ભીનાશ' નામના કાવ્યસંગ્રહો કોના છે ?
💠 ગીતા બહેન પરીખ
✍🏻 કવયિત્રી ગીતા બહેન પરીખનું પૂરું નામ જણાવો.
💠 ગીતા બહેન સૂર્યકાંત પરીખ
✍🏻 'સાંઢ નાથ્યો' પ્રકરણનાં લેખક કોણ છે ?
💠 ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ
✍🏻 'જનમટીપ','ભવસાગર','મારી હૈયાસગડી' વગેરે નવલકથાઓ કોની છે ?
💠 ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ
✍🏻 તોફાની ઢોરને ગળે બંધાતું લાકડું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 ડહકલો
✍🏻 હાંજા ગગડી જવા - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
💠 બીકથી થથરી જવું
✍🏻 જીવ પડીકે બંધાવો-રૂઢિપ્રયોગનો અર્થ આપો.
💠 ભારે ચિંતા થવી
✍🏻 'સાંઢ નાથ્યો' નવલકથાખંડ ઈશ્વર પેટલીકરની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે ?
💠 જનમટીપ
✍🏻 'ભૂંસાતાં ગ્રામચિત્રો','હેલી અને અંજળ,'માટીવટો' નામના પુસ્તકો કોના છે ?
💠 મણિલાલ હરિદાસ પટેલ
✍🏻 મણિલાલ હરિદાસ પટેલનું જન્મસ્થળ જણાવો.
💠 ગોલાના પાલ્લા(પંચમહાલ)
✍🏻 પહેરેલી સાડીનો લટકતો છેડો-શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 પાલવ
✍🏻 પાંદડામાંથી આવતો અવાજ-શબ્દસમૂહ માટે એક શબ્દ આપો .
💠 મર્મર
✍🏻 તરત જન્મેલા બાળકને આપવામાં આવતું ગોળ,ઘી અને પાણીનું મિશ્રણ-શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 ગળથૂથી
✍🏻 એક ગામ છોડી બીજે ગામ જવું તે.......- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 ગામતરું
✍🏻 વિવાહવિધિમાં વરકન્યાને સાત પગલાં સાથે ફરે તે વિધિ-શબ્દસમૂહ માટે એક શબ્દ આપો .
💠 સપ્તપદી
✍🏻 તરબતર કરી દેવું - રૂઢિપ્રયોગનો અર્થ આપો.
💠 ભરપૂર કરી દેવું
✍🏻 'કમાડે ચીતર્યા મે..' ગીતના રચાયિતા કોણ છે ?
💠 તુષાર દુર્ગેશ શુક્લ
✍🏻 તુષાર દુર્ગેશ શુક્લનું જન્મસ્થળ ?
💠 અમદાવાદ
✍🏻 'પૂછી ને થાય નહિ પ્રેમ','તારી હથેળી','મારો વરસાદ' વગેરે કાવ્યસંગ્રહ કોના છે ?
💠 તુષાર દુર્ગેશ શુક્લ
✍🏻 બે બારણાં વચ્ચેની ભોંયતળિયાની ઊપસતી જગ્યા-શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 ઊંબરો
✍🏻 આચમન કરવા માટેની ચમચી- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 આચમની
✍🏻 ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 તરભાણું
✍🏻 સ્વામી આનંદનું મૂળ નામ.......
💠 હિંમતલાલ રામચંદ્ર દવે
✍🏻 હિંમતલાલ રામચંદ્ર દવેનુ જન્મસ્થળ જણાવો.
💠 શિયાણી(લીમડી)
✍🏻 સ્વામી આનંદના મહત્વના લેખો કયા પુસ્તકમાં સંગ્રહાયાં છે ?
💠 ધરતીની આરતી
✍🏻 ચૂનીલાલ કાળીદાસ મડિયાનું જન્મસ્થળ જણાવો.
💠 ધોરાજી
✍🏻 'વ્યાજનો વારસ','ઘૂઘવતા પૂર','શરણાઈના શૂર','અંત:સ્ત્રોતો' વગેરે વાર્તાસંગ્રહો અને 'રંગદા,'શૂન્યશેષ','રામલો રોબિનહૂડ' વગેરે એકાંકી નાટકોના સર્જક કોણ છે ?
💠 ચૂનીલાલ કાળીદાસ મડિયા
✍🏻 ચૂનીલાલ કાળીદાસ મડિયાને કયા વર્ષે રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો ?
💠 1957
✍🏻 પથારીનો સામાન-શબ્દસમૂહ માટે એક શબ્દ આપો .
💠 પાગરણ
✍🏻 વરને સાથે આવેલો સાથી-શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 અણવર
✍🏻 વેતન લીધા વગર કામ કરનારુ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 માનાર્હ
✍🏻 વરકન્યાને હસ્તમેળાપનો વિધિ-શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 હથેવાળો
✍🏻 કન્યાપક્ષના માણસો-શબ્દસમૂહ માટે એક શબ્દ આપો .
💠 માંડવિયાઓ
✍🏻 પથારી કે ખાટલાનો પગ તરફનો ભાગ- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 પાંગત
✍🏻 ગાડામાં પાથરવાની મોદ- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો
💠 બૂંગણ
✍🏻 નિરાંત વગર બેઠેલું-શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 ઉભડક
✍🏻 ઉપરનું છાપરું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
💠 ખપેડો
✍🏻 રીગડી કરવી- રૂઢિપ્રયોગનો અર્થ આપો.
💠 હેરાન કરવું
✍🏻 સોદરી વળવી- રૂઢિપ્રયોગનો અર્થ આપો
💠 સંતોષ થવો
✍🏻 દુલાભાઈ ભાયાભાઈ કાગ'ભગતબાપુ'નું જન્મસ્થળ જણાવો.
💠 મજાદર (અમરેલી)
✍🏻 'જવારા' નામનું પુસ્તક કોનું છે ?
💠 પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડ
💠 જન્મસ્થળ-સીતવાડા(સાબરકાંઠા)
✍🏻' મથામણ' અને 'વાંછરોટ' નામાના કાવ્યસંગ્રહો કોના છે?
💠 પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડ
✍🏻 'ખિસકોલી તો ખિસકોલી જ' અને 'પંખીડું ઊડી-ઊડી જાય' વાર્તાસંગ્રહોનાં લેખક કોણ છે ?
💠 ડૉ.ગંભીરસિંહ ગોહિલ
✍🏻' આરસીની ભીતરમાં','રસદ્ધાર','કાર્પાસી અને બીજી વાતો','કદલીવન' વગેરે કૃતિઓ કોની છે ?
💠 વિનોદીની નીલકંઠ