કચ્છ જિલ્લો
કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬પ૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે. એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીર પ્રદેશમાં આવેલ છે. અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે.ભૂગોળ
કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠિયાવાડથી જુદું પાડે છે. કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે. કચ્છ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા એમ ૪ જિલ્લા સાથે અને ઉત્તરમાં રાજસ્થાન સાથે રાજ્ય સીમા ધરાવે છે. જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર ૪પ,૬પર ચો.કી.મી. છે.જે પૈકી ૩,૮પપ ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ર૩.ર૮ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લામાં કુલ ૧૦ તાલુકા, ૧૦ શહેરો અને ૯૫૦ ગામડા છે.❤ કચ્છ જીલ્લાની આજુબાજુ સુરેન્દ્રનગર, મોરબી, પાટણ જીલ્લાઓ આવેલા છે.
- ક્ષેત્રફળ :- ૪૫,૬૫૨ ચો.કિમી. (વિસ્તાર દ્રષ્ટીએ ભારતનો સૌથી મોટો જીલ્લો)
- સ્થાપના :- ૧૯૬૦
- વસ્તી :- ૨૦,૯૦,૩૧૩ (૨૦૧૧)
- સાક્ષરતા :- ૭૮.૫૮ % (૨૦૧૧)
- વિધાનસભાની કુલ સીટો :- ૬ (અબસાડા,માંડવી,ભુજ,અંજાર,ગાંધીધામ(એસ.સી), અને રાપર )
- તાલુકાઓ:- ૧૦ (1) ભૂજ (2) લખપત (3) અબડાસા (4) નખત્રાણા (5) માંડવી (6) મુન્દ્રા (7) અંજાર (8) ભચાઉ (9) રાપર (10) ગાંધીધામ
- તાલુકા પંચાયતની સીટો :- ૧૦ ( બેઠકો-૨૦૬) ( ભાજપ-૧૨૪, કોંગ્રેસ-૮૮)( મુદ્રા-૨૦,ગાંધીધામ-૧૬, રાપર-૨૪, ભૂજ-૩૨, માંડવી-૨૦, નખત્રાણા-૨૦, અબસાડા-૧૮,લખતર-૧૬, અંજાર-૨૦, ભચાઉ-૨૦)
- જિલ્લા પંચાયત સીટ :- ૪૦ ( ભાજપ-૨૭,કોંગ્રેસ-૧૩)
- જિલ્લા પંચાયત પ્રમુખ :- કૌશલ્યા માધાપરિયા
- જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- લક્ષ્મણભાઈ સોઢા
- નગરપાલિકાઓ અને વોર્ડ :- ૪ (બેઠકો-૧૬૮) (ભાજપ-૪,કોંગ્રેસ-૦)( અંજાર-૯ , ભુજ-૧૧, ગાંધીધામ-૧૩, અને માંડવી-૯)
- ગામડાંઓ :- ૯૫૦
- મુખ્ય શહેર :- ભૂજ
- હવાઈ,મથક : ભૂજ
- બંદરો :- કંડલા ( ગુજરાતનું સૌથી મોટું બંદર), જખૌ, મુન્દ્રા, માંડવી, કોટેશ્વર
- લિંગ પ્રમાણ :- ૯૦૭ દર હજારે (૨૦૧૧)
- પર્વતો:-ભુજીયો, ધીણોધર, કાળો, ખાવડો, લીલીયો, ગારો, ખાત્રોડ, કિરો, ધબકો, માંડવા, ઝુરો, વરાર, ઉમિયા, ખડિયો.
- નદીઓ : ખારી, રૂદ્રમાતા, કનકાવતી, રુકમાવતી, ભુખી, વેખડી, કાળી, ખારોડ.
- મુખ્ય પાકો : બાજરી, જુવાર, ખારેક, ઇસબગુલ.
- ઉદ્યોગો :- ચાંદીકામ, સુતરાઉ કાપડ, રાસાયણિક ખાતરો, કલાકારીગરીના હસ્ત ઉદ્યોગો.
- ખનીજ : કોલસો, ચુનાનો પથ્થર, બોક્સાઈટ, ચિરોડી.
- જોવાલાયક સ્થળો : આઈના મહેલ (ભૂજ), પ્રાગ મહેલ (ભૂજ), હમીરસર તળાવ (ભૂજ), જેસલ–તોરલની સમાધી (અંજાર), નારાયણ સરોવર, કોટેશ્વર (લખપત), આશાપુરી માતાનો મઢ (ગઢશીશા), હાજીપીર, કચ્છ મ્યુઝીયમ, ધોળાવીરા, ભદ્રેશ્વર, મુન્દ્રા, માંડવી, ઘુડખર અભ્યારણ,ચિકાર અભયારણ્ય.
જોવાલાયક સ્થળો
કચ્છના જોવાલાયક સ્થળોની ટૂંકી યાદી નીચે મુજબ છે.
ક્રમ | સ્થળનું નામ | વર્ણન |
---|---|---|
૧ | માતાનો મઢ | હિન્દુ તીર્થસ્થાન, આશાપુરા માતાજીનું મંદિર |
૨ | કોટેશ્વર | હિન્દુ તીર્થસ્થાન, રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર |
૩ | નારાયણ સરોવર | હિન્દુ તીર્થસ્થાન, પૌરાણિક મહત્વ ધરાવતું સરોવર |
૪ | હાજીપીર | મુસ્લિમ ધાર્મિક્સ્થળ, હાજીપીરની દરગાહ |
૫ | જેસલ-તોરલ સમાધી | અંજારમાં આવેલી ઐતિહાસિક સમાધી |
૬ | છતરડી | ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય (કચ્છના રાજવી કુટુંબની અંતિમક્રિયાનું સ્થળ) |
૭ | લાખા ફૂલાણીની છતરડી | કેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી |
૮ | સૂર્યમંદિર | કોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય |
૯ | પુંઅરો ગઢ | નખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્યસભર બેનમુન મંદીરનો ભગ્નાવશેષ |
૧૦ | લખપતનો કિલ્લો | શિલ્પ સ્થાપત્યના નમુના ઉપરાંત સીન્ધુ નદીના વહેણથી સપાટ બનેલી ભૂમિ |
૧૧ | કંથકોટનો કિલ્લો | શિલ્પ સ્થાપત્ય |
૧૨ | તેરાનો કિલ્લો | શિલ્પ સ્થાપત્ય |
૧૩ | મણીયારો ગઢ | શિલ્પ સ્થાપત્ય |
૧૪ | ધોળાવીરા | હડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું ભૂર્ગભીત એવું પ્રાચીન નગર, પુરાતત્વ |
૧૫ | કંથકોટ | પુરાતત્વ |
૧૬ | અંધૌ | પુરાતત્વ |
૧૭ | આયનામહેલ | સંગ્રહાલય, રાજમહેલ-ભુજ |
૧૮ | પ્રાગ મહેલ | રાજમહેલ-ભુજ |
૧૯ | વિજયવિલાસ પૅલેસ | રાજમહેલ-માંડવી |
૨૦ | વાંઢાય | તીર્થધામ |
૨૧ | ધ્રંગ | તીર્થધામ, મેકરણદાદાનું મંદિર |
૨૨ | રવેચીમાનું મંદિર | રવ તીર્થધામ |
૨૩ | પીંગલેશ્વર મહાદેવ | હિન્દુ તીર્થસ્થાન, પર્યટન સ્થળ, દરિયાકાંઠો |
૨૪ | જખ બોંતેર (મોટા યક્ષ) | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૨૫ | જખ બોંતેરા (નાના યક્ષ) | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૨૬ | પુંઅરેશ્વર મહાદેવ | પર્યટન, હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૨૭ | બિલેશ્વર મહાદેવ | પર્યટન,હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૨૮ | ધોંસા | પર્યટન,હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૨૯ | કાળો ડુંગર | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર |
૩૦ | ધીણોધર | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય |
૩૧ | ઝારાનો ડુંગર | ઐતિહાસિક ડુંગર |
૩૨ | મોટું રણ | સફેદ રણનું સૌદર્ય, સુરખાબ નગર |
૩૩ | નાનું રણ | રણનું સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન |
૩૪ | ભદ્રેસર | જૈનોનું તીર્થધામ , ભામાશાનું જન્મ સ્થળ હિન્દુ તીર્થસ્થાન, |
૩૫ | બૌતેર જિનાલય-કોડાય | જૈનોનું તીર્થધામ |
૩૬ | કંડલા | મહા બંદર (પ્રવેશ માટે પૂર્વ મંજૂરી આવશ્યક) |
૩૭ | માંડવી | બંદર, પર્યટન, નયનરમ્ય દરિયાકાંઠો, બીચ |
૩૮ | જખૌ | મત્સ્ય બંદર |
૩૯ | મુન્દ્રા | ખાનગી બંદર |
૪૦ | અંબેધામ-ગોધરા (તા.માંડવી) | હિન્દુ તીર્થસ્થાન,તીર્થસ્થળ |
૪૧ | મતિયાદેવ-ગુડથર | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૪૨ | ચંદરવો ડુંગર | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૪૩ | સચ્ચીદાનંદ મંદિર-અંજાર | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૪૪ | લુણીવારા લુણંગદેવ | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૪૫ | બગથડા યાત્રાધામ | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૪૬ | ખેતાબાપાની છતરડી | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૪૭ | ભિખુ ઋષિ-લાખાણી ડુંગર | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૪૮ | એકલમાતા | રણકાંધીએ આવેલું પ્રાચીન મંદિર, સફેદ રણનું સૌદર્ય , હિન્દુ તીર્થસ્થાન, |
૪૯ | નનામો ડુંગર | ઐતિહાસિક ડુંગર |
૫૦ | રોહાનો કિલ્લો | ઐતિહાસિક કિલ્લો |
૫૧ | લાખાજી છતેડી | -- |
૫૨ | મોટી રુદ્રાણી જાગીર | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૫૩ | રુદ્રમાતા ડેમ | પ્રાકૃતિક સૌદર્ય |
૫૪ | છારીઢંઢ | પ્રાકૃતિક પક્ષી સૌદર્ય |
૫૫ | રાજબાઇ માતાધામ-ગોરાસર, ગાગોદર (રાપર) | ધાર્મિક સ્થળ, હિન્દુ તીર્થસ્થાન, |
૫૬ | ત્રિકમ સાહેબ મંદિર/આશ્રમ, સિંહટેકરી, કોટડા (જ) | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૫૭ | ત્રિકમ સહેબ મંદિર/આશ્રમ, ચિત્રોડ | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ |
૫૮ | કચ્છ મ્યૂઝિયમ | ભુજમાં આવેલું કચ્છનું પ્રસિધ્ધ સંગ્રહાલય |
૫૯ | વિથૉણ | ખેતાબાપા મંદિર/ધાર્મિક, હિન્દુ તીર્થસ્થાન, પર્યટન સ્થળ |
૬૦ | નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર (ભુજ) | ધાર્મિક સ્થળ, હિન્દુ તીર્થસ્થાન, |
૬૧ | નિર્વાસીતેશ્વર મંદીર | હિન્દુ તીર્થસ્થાન, ધાર્મિક સ્થળ, આદિપુર |
૬૨ | કચ્છ સમર્પણ આશ્રમ | યોગ, ધ્યાન, યજ્ઞશાળા, ગૌ શાળા કેન્દ્ર, પુનડી, માંડવી ભુજ હાઇવે. |
૬૩ | શિવમસ્તુ સમવસરણ તીર્થ | જૈન ધર્મનું કચ્છનું એક માત્ર સમવસરણ તીર્થ, શિરવા, માંડવી નલિયા હાઇવે. |
૬૪ | ગાંધી સમાધિ | રાજઘાટ, દિલ્હી બાદ ભારતનું બીજું મહાત્મા ગાંધી સ્મારક, આદિપુર |
૬૫ | ક્રાંતિતીર્થ | શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક, માંડવી |
૬૬ | એલ.એલ.ડી.સી. મ્યુઝિયમ | લિવિંગ એન્ડ લર્નિંગ ડીઝાઇન સેન્ટર - હેન્ડીક્રાફટ મ્યુઝિયમ, અજરખપુર, ભુજ |
વિશેષ નોંધ
- ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટો જીલ્લો છે.
- ગુજરાતમાં છેલ્લે સૂર્યાસ્ત આ જિલ્લામાં થાય છે.
- કચ્છમાં ૪૦ સે.મી.ઓછો વરસાદ પડે છે.
- કચ્છની એક વિશિષ્ટ સંસ્કૃતિ છે. ભારતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની ભૂમિ છે.
- કચ્છના નાના રણ અને નળસરોવર વચ્ચેનો પ્રદેશ ઝાલાવાડ ત્સ્રીકે ઓળખાય છે.
- કચ્છના મોટા રણમાં સુરખાબ પક્ષીઓ શિયાળામાં મોટા પ્રમાણમાં આવે છે.
- આ જિલ્લામાં ઘોરડ પક્ષી વધુ જોવા મળે છે.
- ભારતભરમાં જંગલી ગધેડા (ઘુડખર) પણ કચ્છના નાના રણમાં જોવા મળે છે.
- કંડલા ભારતનું મોટું અને એકમાત્ર મુક્ત વ્યાપારી બંદર છે.
- ગાંધીધામ ઔદ્યોગિક શહેર છે.
- આદિપુર એ કચ્છનું શૈક્ષણિક શહેર છે.
- અંજાર સુડી-ચપ્પા તથા ચાદરો, ઓછાડ, લુંગી માટે પ્રખ્યાત છે.
- દરિયાકિનારે આવેલા નારાયણ સરોવર અને કોટેશ્વર યાત્રાધામો છે.
- લખપત તાલુકાના પાનન્ધ્રોમા લીગ્નાઈટનો વિશાલ જથ્થો છે.
- માંડવી રમણીય અને સુંદર શહેર છે.
- ગુજરાતમાં સૌથી વધારે ઘેટાં બકરાં કચ્છ જીલ્લામાં છે.
- ઊંટના પ્રજજનમાટે ઘોરી કેન્દ્ર જાણીતું છે.
- હડપ્પા સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલ છે.
- ડાયનાસોરના સૌથી વધુ ઈંડાઓનો સમૂહ અશ્મિભૂત મળી આવ્યા હતા.
- ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝીયમ કચ્છ મ્યુઝીયમ ભૂજમાં આવેલું છે.
- મુન્દ્રામાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે.
- કચ્છ જિલ્લામાં લીગ્નાઈત કોલસો મોટા પ્રમાણમાં મળી આવે છે.
- કચ્છ ‘અજરખ ત’ નામની બ્લોક પ્રાંત ટેકનીક માટે જાણીતું છે.કચ્છ જિલ્લામાં કંઠીનું મેદાન આવેલું છે.