જામનગર જિલ્લો
જામનગરની આજુબાજુ દેવભૂમિ દ્વારકા,મોરબી,રાજકોટ અને પોરબંદર જિલ્લા આવેલા છે.
ભૂગોળ :
જિલ્લાના જોડિયા અને જામનગર તાલુકાઓ કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા છે અને મોટી ભરતી દરમિયાન તેમાં પાણી ફરી વળતા હોય છે. લાલપુર તાલુકાનો મેદાની પ્રદેશ સરેરાશ ૭૫.૮૩ મીટર ઊંચાઇ ધરાવે છે. જોડિયા અને જામનગર તાલુકાઓ કાંપની જમીનો ધરાવે છે, જ્યારે ધ્રોલ અને કાલાવાડ તાલુકાઓમાં મધ્યમ કાળી જમીનો આવેલી છે
ઉદ્યોગો :
રિલાયન્સ ઈન્ડસ્ટીઝ - ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી સ્થાપ્યા બાદ જામનગરનું મહત્વ વધ્યું છે. આ ઉપરાંત એસ્સાર ઓઈલ, બીજી એક મહત્વની ઓઈલ રિફાયનરી પણ આ જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત જામનગરનું નામ પિત્તળની વસ્તુઓ બનાવવામાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંનો પિત્તળ ઉદ્યોગ ઇસ. ૧૯૬૦થી શરુ થયો છે. જામનગર જિલ્લામાં પિત્તળનાં અસંખ્ય કારખાનાઓ પણ આવેલા છે જેમાં ઉત્પાદન થતી વસ્તુઓ ભારતના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશમાં પણ વેચાણ અર્થે જાય છે.- ક્ષેત્રફળ :- ૮,૪૪૧ ચો. કિમી.
- સ્થાપના :- ૧૯૬૦
- વિધાનસભાની કુલ સીટો :-૬કાલાવડ(એસ.સી),જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, અને ખંભાળિયા
- વસ્તી :- ૧૪,૦૭,૬૩૫(૨૦૧૧)
- સાક્ષરતા :- ૭૩.૬૫%
- સ્ત્રી પુરૂષ પ્રમાણ:- ૯૩૮ (દર હજારે)
- મુખ્ય શહેર :- જામનગર
- તાલુકાઓ :- ૭ (1) જામનગર (2) ખંભાળિયા (3) (6) લાલપુર (4) કાલાવડ (5) જામજોધપુર (6) ધ્રોળ (7) જોડિયા
- જામનગર મહાનગર પાલિકાની કુલ વોર્ડ અને સીટો :- ૧૬ બેઠકો (૬૪ સભ્યો) (ભાજપ-૩૮,કોન્ગ્રેસ-૨૪,અન્ય-૨)
- જામનગરના મેયર :- પ્રતિભાબેન કનખરા
- જામનગરના ડેપ્યુટી મેયર :- ભરત મહેતા
- જામનગર મ્યુનિ. કમિશનર :- શ્રી હર્ષદ પટેલ
- તાલુકા પંચાયતની કુલ સીટો અને બેઠકો :- ૬ (બેઠકો- ૧૧૨) ( કોંગ્રેસ-૬ (૮૪) , ભાજપ-૦(૨૮ ))( જામનગર-૨૬, લાલપુર-૧૮, જોડિયા-૧૬, ધ્રોળ-૧૬, જામજોધપુર-૧૮,કાલાવાડ-૧૮)
- જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૨૪ ( કોંગ્રેસ- ૧૭ , ભાજપ-૭ )
- જિલ્લા પંચાયત પ્રમુખ :- મૂળજીભાઈ વાઘેલા
- જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- જયેન્દ્રભાઈ મુંગરા
- નદીઓ :– ફુલઝર, ભોગત, નાગમતી, રંગમતી, ઊંડ, ઘી, સિંહણ, સાની, રૂપારેલ, સસાઈ
- બંદરો :- ઓખા, બેડી, સિક્કા, સલાયા, વાડીનાર, રૂપેણ, જોડીયા, દ્વારકા
- પર્વતો :- સતિયાદેવ
- હવાઈ મથક :- જામનગરઉદ્યોગો:- સિમેન્ટ, યંત્ર, ચિનાઈ માટીના વાસણો, દવા, રસાયણો, સુતરાઉ કાપડ, ગરમ કાપડ, મીઠું, કાગળ, મત્સ્ય ઉદ્યોગ, જહાજ ભાંગવાનો ઉદ્યોગ અહીંનો પિત્તળ ઉદ્યોગ ઇસ. ૧૯૬૦થી શરુ થયો છે. જામનગર જિલ્લામાં પિત્તળનાં અસંખ્ય કારખાનાઓ પણ આવેલા છે
- મુખ્ય પાકો :- બાજરી, મગફળી, લસણ, કપાસ, જુવાર, બટાકા, ઘઉં, ચીકોરી, ડુંગળી
- ખનીજ :- ચૂનો, ચિનાઈ માટી, બોક્સાઈટ, ચિરોડી.
- જોવાલાયક સ્થળો:- દ્વારકા, નાગેશ્વર, લાખોટા પેલેસ, જામનગર, બેટ દ્વારકા, ધુમલી, ખીજડીયા પક્ષી અભ્યારણ, નકલંગ રણુજા, પિરોટન ટાપુ, હરસિદ્ધ મંદિર.
વિશેષ નોંધ :
- રિલાયન્સ ઈન્ડસ્ટીઝ – ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી આવેલી છે.
- મહારાજા કુમાર શ્રી રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો ‘નવાનગર‘ ના નામે જાણીતો હતો.
- “સૌરાષ્ટ્રનું પેરિસ”એ જામનગર ગણાય છે.
- સૌથી વધારે લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો જામનગર છે.
- જામનગર એ ધાર્મિક નગરી ગણાય છે. અહીંના બ્રાહ્મણો ખુબ વિદ્વાન હતા.
- ગુજરાતની એક માત્ર આર્યુવેદ યુનિવર્સિટી જામનગરમાં આવેલી છે.(સ્થાપના-૧૯૬૭)
- જામનગર બાંધણી માટે સુપ્રસિદ્ધ છે,
- જામનગરમાં સ્મશાન ગૃહ, સર્કિટ હાઉસ, રાજમહેલ, લખોટા તળાવ જોવાલાયક છે.
- દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન પણ જામનગરની ઉત્તરે કચ્છના અખાતમાં આલમ છે.
- જામનગરમાં પરવાળાના ટાપુઓ આવેલા છે. જેમાં 42 જેટલા નાના મોટા પરવાળા બેટ છે.
- શ્રીકૃષ્ણ રાજધાની અને જગતગુરુ શંકરાચાર્યે સ્થાપેલા ચાર આશ્રમો પૈકી શારદાપીઠ એક આશ્રમ છે
- પોરબંદર જવાના માર્ગ પર પ્રખ્યાત હરસિદ્ધ માતાનું મંદિર આવેલું છે.
- મીઠાપુરમાં તાતાની સોડાએશની વિશાળ ફેક્ટરી છે.
- જામનગર એ બ્રાસપાર્ટના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.
- રાણાવાવ અને સિક્કામાં મોટી ફેક્ટરીઓ છે.