ગાંધીનગર જીલ્લો
ગાંધીનગર જીલ્લાની આજુબાજુ મહેસાણા.અમદાવાદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાઓ આવેલા છે.
- ક્ષેત્રફળ :- ૨,૧૬૩ ચો. કિમી.
- સ્થાપના :– ૧૯૬૪
- વિધાનસભાની કુલ સીટો :-૫ { દહેગામ, ગાંધીનગર દક્ષિણ,ગાંધીનગર ઉત્તર,માણસા અને કલોલ }
- વસ્તી :- ૧૩,૮૭,૪૭૮ (૨૦૧૧ મુજબ)
- સાક્ષરતા :- ૮૫.૭૮%
- લિંગ પ્રમાણ :- ૯૨૦ ( દર હજારે)
- મુખ્ય મથક :- ગાંધીનગર
- તાલુકાઓ :- (4 ) (1) ગાંધીનગર (2) દહેગામ (3) કલોલ (4) માણસા
- તાલુકા પંચાયતની સીટો અને બેઠકો :- ૪ (બેઠકો:- ૧૧૬) (ભાજપ-૦, કોંગ્રેસ-૩)( ગાંધીનગર– ૩૬(ચૂંટણી યોજાઈ નથી) , દહેગામ–૨૮, કલોલ– ૨૮, અને માણસા–૨૪ )
- જિલ્લા પંચાયત સીટ :- ૩૦ (કોંગ્રેસ-૨૫, ભાજપ-૫)
- જિલ્લા પંચાયત પ્રમુખ :- રામાજી ઠાકોર
- જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- ભરતભાઈ પટેલ
- નગરપાલિકાઓ :- ૩(બેઠકો- (ગાંધીનગર- ૮ , દહેગામ-૭, કલોલ- ૭, અને માણસા-૬ ) ( ગાંધીનગર-૩૨ વોર્ડ (કોંગ્રેસ-૧૬, ભાજપ-૧૭), કલોલ-૧૧વોર્ડ(૪૪) (કોંગ્રેસ-૨૦, ભાજપ-૨૪) ,અને દહેગામ-૭ વોર્ડ (૨૮) (કોંગ્રેસ-૦૯, ભાજપ-૨૦)
- ગાંધીનગર નગરપાલિકા મેયર – પ્રવીણભાઈ પટેલ
- ગાંધીનગર મ્યુનિ.કમિશનર :- શ્રી ડી.એન.મોદી
- ગામડાઓ :- ૨૧૬
- નદીઓ :- સાબરમતી, ખારી, મેશ્વો, વાત્રક
- મુખ્ય પાકો :- જુવાર, ડાંગર, બાજરી, ઘઉં, મગ, એરંડા, વરીયાળી, બટાકા
- ઉદ્યોગો:- ડેરી ઉદ્યોગ, રાસાયણિક ખાતર, ઈલેક્ટ્રોનિક્સ, ખેતીના ઓજારો, પાક સંરક્ષણ દવાઓ,
- જોવાલાયકસ્થળો:- અક્ષરધામ, ઇન્દ્રોડા પાર્ક, અડાલજની વાવ, થોળ પક્ષી, અભ્યારણ, બરફનું શિવલિંગ–અમરનાથ, ઘંટાકર્ણ મહાવીર (મહુડી)
વિશેષ નોંધ :
- ગાંધીનગર સાબરમતીને કિનારે વસેલું છે,
- ગુજરાતનું પાટનગર ગાંધીનગર સુઆયોજિત શહેર છે.
- આ શહેર 30 સેક્ટરોમાં વહેચાયેલું છે.
- સરિતા ઉદ્યાન વગેરે અનેક બગીચાઓ જોવાલાયક છે.
- સેક્ટર 20 માં આવેલું ‘અક્ષરધામ’ વિશ્વભરમાં પ્રખ્યાત છે.
- અનેક વિશાળ સરકારી ઓફિસો આવેલી છે.
- ગાંધીનગરથી થોડે દુર અડાલજની વાવ, ફનવર્લ્ડ, ઇન્દ્રોડા પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર અને ડાયનાસોર પાર્ક, વિધાનસભા ગૃહ,ધોળેશ્વર મહાદેવ જોવાલાયકસ્થળો છે.
- ગાંધીનગર જિલ્લાના મહુડી જૈન મંદિર ઘંટાકર્ણ મંદિર આવેલું છે જેની સુખડીની પ્રસાદી પ્રખ્યાત છે.
- અડાલજમાં અડાલજની વાવ રાણી રૂડાબાઈએ બંધાવેલી છે. તેની લંબાઈ ૮૪ મીટર છે.
- પંડિત દિન દયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી જે રાયસણમાં આવેલી છે.
- જૈન આરાધના કેન્દ્ર કોબામાં આવેલ છે.
- ગાંધીનગરમાં ગીફ્ટ સિટી( ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- સીટી ) આવેલી છે.
- ગાંધીનગર જીલ્લાના રૂપાલમાં આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાજીના મંદિરે શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે.
- પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટીટયુટ સંસ્થા ભાટ, ગાંધીનગર આવેલી છે.
- નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી(NIFD) સંસ્થા ગાંધીનગરમાં આવેલી છે.